નવી દિલ્હી :વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈન્ડિયન ક્રિકેટ ટીમ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરી ચૂકી છે, અહીં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી, દરેક વ્યક્તિ ભારતીય ટીમનું સ્વાગત કરવા માંગે છે. ઘણા ચાહકો તો રાત્રે જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એરપોર્ટની બહાર આવતા અને બસમાં બેસીને હોટેલ તરફ રવાના થતા જોઈ ફેન્સ ખુશ ખુશ થઇ ગયા હતા. વિરાટ કોહલી ફેન્સનું અભિવાદન ઝીલતો દેખાયો હતો.આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત થવાની છે. તેના પછી તે મુંબઈ રવાના થશે.
ટીમ ઈન્ડિયા આજે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં રોડ શો પણ કરશે. પહેલા આ કાર્યક્રમ કાલે થવાનો હતો. ખેલાડીઓને જલદી જ ફ્રી કરવા માટે આ કાર્યક્રમ આજે જ થશે.
Reporter: News Plus