News Portal...

Breaking News :

ભારતીય સેનાના ટેન્ક ડ્રાઈવર મનદીપ સિંઘે 27 મે 2024ના રોજ રશિયામાં આયોજિત વર્લ્ડ મેઈન બેટલ ટેન્ક મેન્યુવર્સ ચેમ્પિયનશિપ જીતી

2024-06-01 10:27:31
ભારતીય સેનાના ટેન્ક ડ્રાઈવર મનદીપ સિંઘે 27 મે 2024ના રોજ રશિયામાં આયોજિત વર્લ્ડ મેઈન બેટલ ટેન્ક મેન્યુવર્સ ચેમ્પિયનશિપ જીતી


ભારતીય સેનાના ટેન્ક ડ્રાઈવર મનદીપ સિંઘે 27 મે 2024ના રોજ રશિયામાં આયોજિત વર્લ્ડ મેઈન બેટલ ટેન્ક મેન્યુવર્સ ચેમ્પિયનશિપ જીતી છે. તેણે વિશ્વભરના હરીફોને હરાવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.  ભારતીય સેના માટે આ ગર્વની ક્ષણ છે.મનદીપ સિંઘે યુદ્ધના મેદાનમાં 50 ટનના મશીનને એટલી સરળતાથી ઓપરેટ કર્યું કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. શૌર્ય ચક્રથી સન્માનિત બ્રિગેડિયર હરદીપસિંઘ સોહીએ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.  વીડિયોમાં ભારતીય ટેન્કમેન મનદીપ સિંઘ ટેન્ક ચલાવતા અને નદીઓ અને પુલ પાર કરતા જોઈ શકાય છે.




નિયમ મુજબ આ સ્પર્ધામાં ક્રૂએ વિવિધ અવરોધોને પસાર કરીને, નદીઓ અને પુલોને પાર કરીને 20 કિલોમીટર (12.5 માઇલ)નું અંતર કાપવાનું હોય છે.  આ દરમિયાન ડ્રાઈવરે સતત ટાર્ગેટ પર ગોળીબાર કરવો પડે છે.  જે સ્પર્ધક લક્ષ્ય ચૂકી જાય છે તેમને પેનલ્ટી લેપ મળે છે. આ સ્પર્ધા 2013માં શરૂ થઈ હતી. જેની પ્રથમ ચેમ્પિયનશિપ અલ્બીનોમાં યોજાઈ હતી.


આ રોમાંચક સ્પર્ધામાં સિંઘે એના નોંધપાત્ર કૌશલ્ય અને ચોકસાઈનું પ્રદર્શન કરી, વિશ્વભરના હરીફોને હરાવી અને ટોચનું સ્થાન મેળવ્યું.  તેમની આ જીત માત્ર ભારતીય ટેન્ક ક્રૂના કૌશલ્યને જ ઉજાગર નથી કરતી , પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ છે.


Reporter: News Plus

Related Post