પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ દિવસને કેટલાક લોકોએ કમાણીનું સાધન બનાવી દીધું છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના નામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે લાખો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે અને વૃક્ષારોપણના નામે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત એ છે કે જે વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવે છે તેનાથી 10% વૃક્ષનું પણ વાવેતર થતું નથી.
.
દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરકારી તંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ અને લગભગ તમામ સંસ્થાઓ દ્વારા એક દિવસ પૂરતો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ બતાવવામાં આવે છે. અને મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ દ્વારા આ દિવસને કમાણીનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. એક લાખ વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવે છે અથવા તો દસ હજાર રોપાની મફત વહેંચણી કરવાનો દાવો કરવામાં આવે છે
પરંતુ માત્ર તેના નામે મોટી મોટી જાહેરાતો ભેગી કરી કમાણી કરી લેવામાં કેટલીક સંસ્થાઓ અને કેટલાક લોકો માહિર બની ગયા છે. પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટેની બાહેધરી તો આપવામાં આવે છે પરંતુ તે માત્ર એક દિવસ પૂરતી હોય છે. પર્યાવરણ દિવસના નામે કેટલાક લોકો હેપી સ્ટ્રીટ યોજે છે અને તેના નામે પણ લાખો રૂપિયાનું જાહેરાતોની ઉઘરાણી કરી લે છે. ત્યારે આવા ખોટા દેખડા બંધ કરી હકીકતમાં કામગીરી કરવામાં આવે તે જરૂરી છે અને તો જ પર્યાવરણની સાચી જાળવણી થઈ શકશે
Reporter: News Plus