News Portal...

Breaking News :

પેરિસમાં ભારત એક કે બે નહીં પરંતુ ત્રણ ગોલ્ડ મેડલ જીતી શકશે

2024-07-29 12:15:18
પેરિસમાં ભારત એક કે બે નહીં પરંતુ ત્રણ ગોલ્ડ મેડલ જીતી શકશે


પેરિસ : આજે એટલે કે સોમવાર, 29 જુલાઈએ ભારતને એક કે બે નહીં પરંતુ ત્રણ ગોલ્ડ મેડલ મળી શકે છે. આમાં બે મેડલ વ્યક્તિગત ખેલાડીઓ અને એક ટીમ ઇવેન્ટમાં જીતી શકાય છે. શૂટિંગમાં બે વ્યક્તિગત મેડલ આવી શકે છે. બાકી તીરંદાજીમાં એક મેડલ અપેક્ષિત છે.


શૂટિંગમાં રમિતા જિંદાલ અને અર્જુન બબુતા મેડલ મેળવવાનો પ્રયાસ કરશે. રવિવારે, રમિતા મહિલાઓની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા ક્રમે રહી હતી. જ્યારે પુરુષોની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અર્જુન બબુતા સાતમા સ્થાને રહ્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી કુલ 8 ખેલાડીઓએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રમિતા જિંદાલ બપોરે 1 વાગ્યે અને અર્જુન બબૂતા બપોરે 3:30 વાગ્યે એક્શનમાં જોવા મળશે.આજે, તમામ ભારતીયો ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની બનેલી ભારતીય તીરંદાજીની ટીમ પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યા છે. ભારત આજે કેટલા મેડલ મેળવે છે એ જોવાનું રસપ્રદ રહેશે. શૂટિંગ અને તીરંદાજી ઉપરાંત, અન્ય ઘણી રમતોમાં ભારતીય એથ્લેટ્સ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરતા જોવા મળશે.


આજનું શેડ્યુલ નીચે મુજબ છે:-
૨૯ જુલાઈ
તિરંદાજી બપોરે ૧.૦૦
બેડમિંટન બપોરે ૧.૪૦
ભારત-આર્જેન્ટીના (હોકી) સાંજે ૪.૧૫
રોઇંગ બપોરે ૧.૦૦
નિશાનેબાજી બપોરે ૧૨.૪૫
ટેબલ ટેનિસ બપોરે ૧.૩૦
ટેનિસ બપોરે ૧.૩૦

Reporter: admin

Related Post