૧૮ મી લોકસભાના પહેલા સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનના સાંસદોએ બંધારણની કોપી સાથે સંસદની બહાર કૂચનું આયોજન કર્યું હતું.
તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન ખડગે પણ હાજર હતા. તેના પછી તમામ સાંસદો ગૃહમાં બંધારણની નકલ લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક નિયમો તોડવામાં આવી રહ્યા છે. એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતા.
તેમના બાદ નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતા. 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. વિપક્ષે શરૂઆતથી જ સરકારને ઘેરવાની યોજના સાથે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત સાંસદ તરીકે શપથ લીધા હતા. હવે પીએમ મોદી બાદ અન્ય મંત્રીઓ પણ શપથ લેશે પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૂર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માગીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નવા ચુંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. નવી ગતિ, નવી ઊંચાઇ મેળવવા આપણે સૌએ સાથે મળીને આગળ વધીએ.
Reporter: News Plus