News Portal...

Breaking News :

ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી : હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ

2024-07-22 11:42:03
ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી : હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ


નવી દિલ્હી: એનસીઈઆરટીએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. તેમજ જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તથા બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે.


એનસીઈઆરટીના સામાજિક વિજ્ઞાાન એટલે કે સોશિયલ સાયન્સના નવા પાઠયપુસ્તક મુજબ ગ્રીનવિચ મધ્યરેખાના ઘણા સમય પહેલાં ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી, જેને 'મધ્ય રેખા' કહેવાતી હતી અને તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી પસાર થતી હતી. નવા પાઠયપુસ્તક મુજબ હાલમાં પૃથ્વીની મધ્ય રેખા ગણાતી ગ્રીનવિચ ભૂમધ્ય રેખા પહેલી પ્રધાન મધ્યરેખા નથી. ભૂતકાળમાં અન્ય મધ્ય રેખાઓ પણ હતી.ભારતની પોતાની મધ્યરેખા હતી, જે ઉજ્જૈન શહેરમાંથી પસાર થતી હતી અને આ શહેર અનેક સદીઓ સુધી ખગોળ વિજ્ઞાાનનું એક કેન્દ્ર હતું. 


પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર લગભગ ૧,૫૦૦ વર્ષ પહેલા અહીં રહેતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રી અક્ષાંશ અને દેશાંતરની વ્યાખ્યાઓથી માહિતગાર હતા, જેમાં ઉજ્જૈનની મધ્ય રેખા બધા જ ભારતીય ખગોળ ગ્રંથોમાં ગણનાઓ માટે સંદર્ભ બની ગઈ.એક્સપ્લોરિંગ સોસાયટી  ઈન્ડિયા એન્ડ બિયોન્ડ' એનડીએ સરકારનું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ૨૦૨૩ હેઠળ તૈયાર કરાયેલું સોશિયલ સાયન્સનું પહેલું પાઠયપુસ્તક છે. આ પાઠયપુસ્તકમાં કરાયેલા ફેરફાર મુજબ પહેલા ઈતિહાસ, રાજકીય વિજ્ઞાાન અને ભૂગોળ માટે અલગ અલગ પુસ્તકો હતા. પરંતુ હવે સોશિયલ સાયન્સ માટે એક જ પુસ્તક હશે, જેને પાંચ ખંડોમાં વિભાજિત કરાયું છે, જેમાં ભારત અને વિશ્વઃ ભૂમિ અને લોકો, ભૂતકાળના તાણા-વાણા, આપણો સાંસ્કૃતિક વારસો અને જ્ઞાાન પરંપરાઓ, શાસન અને લોકતંત્ર તથા આપણી આજુબાજુનું આર્થિક જીવનનો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post