નવી દિલ્હી : રોજ છાપામાં કે અન્ય સોશ્યિલ મીડિયા પરથી મળતી માહિતી પરથી રેપના કેસ વધતા જાય છે . જેટલા નવા કાયદા આવે છે એના કરતા ઘટનાઓ વધતી જાય છે.
રેપના કેસમાં આમતો ફાંસીની સજા હોય છે તેમ છતાં અત્યાર સુધીમાં માત્ર ૫ ફાંસીની સજા મળી છે. દિવસમાં દર ચાર કલાકે એક મહિલા સાથે આવી ઘટના બનતી હોય છે. જ્યાં દેશમાં મહિલાની સુરક્ષા માટેની વાતો થતી હોય છે, પરંતુ બીજી બાજુ આ વાતો તદ્દન નકારી શકાય તેમ હોય છે. આવી ઘટનાઓ પર કોઈ રોક નથી નાતો આરોપીને કોઈ ડર હોય છે. રેપના વધુ બનાવો એમપી-યુપી,મહારાષ્ટ્રમાં બની રહ્યા છે. પરંતુ તેના પર હાલ કોઈ સ્ટ્રીક એકશન લેવામાં આવતા નથી માટે આ બનાવો બનતા રહે છે. મોટા ભાગની ઘટનાઓમાં આરોપી મહિલાને ઓળખતો હોય છે જેને કારણે આ ઘટના બનતી હોય છે. હાલ આ ઘટનાઓમાં કોઈ સ્ટ્રીક એકશન લેવાંમાં આવતી નથી જેથી આરોપી ગુનો કર્યા પછી આસાનીથી છૂટી જાય છે.
જો રેપના બનાવમાં ફાંસીની સજા છે તો દરેક આરોપીને ફાંસી કેમ મળતી નથી. કેમ આરોપી આસાનીથી બહાર છૂટી જાય છે એ એક મોટો સવાલ છે. રેપના બનાવ સિવાય મહિલાઓ સાથે છેડતી, દહેજ અપહરણ અને એસિડ નાખવાના બનાવો બનતા હોય છે. આવા બનાવો પર રોક લગાવાની જરૂર છે. હાલ રેપના કિસ્સાઓ વધી ગયા છે જેને લઇ મહિલાઓમાં ડર જોવા મળી રહ્યો છે. ભણેલી ગણેલી હોશિયાર મહિલાઓ સાથે પણ આવી ઘટનાઓ બનતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. માટે દેશની દરેક મહિલા આવા આરોપી સાથે કડક સજા થાય એની માંગણી કરી રહી છે જેથી ફરી કોઈ આવું કરતા પેહલા વિચારે કે એની પોતાની સાથે શું થશે. મહિલા સાથે રેપ કરવાની ફાંસીની સજા દરેક આરોપીનને મળવી જોઈએ જેથી કોઈની દીકરી કે બેહન સાથે આવી ઘટના ન બને. દિવસે દિવસે આવા બનાવ વધતા જાય છે જેને લઇ દેશની મહિલા સુરક્ષિત નથી એ દેખાય છે. આ અંગે કાયદાકીય પગલાં લેવા જોઈએ અને મહિલાઓ સાથે ફરી કોઈ બનાવ ન બને માટે કડક સજા થવી જોઈએ. સ્ત્રી દેશનું ભવિષ્ય છે, જો તે સુરક્ષિત નહિ હોય તો આવનાર પેઢી પર સુરક્ષિત નહીં રહે માટે થઇ આવી ઘટનાઓ ન બને એના માટે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
Reporter: admin