ડભોઇ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી ગટરો ઉભરાવાના પ્રશ્નને લઇ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ3 ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન 1976 થી નખાઇ હતી, જે વારંવાર તૂટી જતા આવી અવ્યવસ્થા સર્જાતી હોય છે અને પ્રજાને તેનો સામનો કરવો પડે છે. આ લાઇનમાં ભંગાર થયા પછી તે પહેલાની માફક કાર્યરત રહેતી નથી, જેને લઈને નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજનેર ગુ.પા.પૂ. અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઇ ખાતે બની ગયેલ અને 3 વર્ષથી કાર્યરત નહીં થયેલ એસ.ટી.પી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે પત્ર લખ્યો છે.
સાથે નગરની જનતાને હાલ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઇ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાઇ છે. પાલિકા દ્વારા આ સમસ્યાના નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરાઇ રહ્યા હોવાની માહિતી પ્રમુખે આપી હતી. સાથે 3 થી 4 દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયાધારણ પણ આપી છે.
Reporter: admin