ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શરૂ કરવામાં આવેલ જળસંચય અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આજે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલે ભૂમિપૂજન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીએ વરસાદ જળસંચય અભિયાન સાથે જોડાયેલા યુવક-યુવતીઓ સાથે સ્નેહસભર સંવાદ કર્યો હતો. અને તેમની કામગીરીને બિરદાવી હતી.
સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડીયા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin