દાહોદ: ધાનપુર ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજવામા આવી હતી.
આ દરમ્યાન તાલુકા આરોગ્ય અધિકારીડો.બી.પી.રમન દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગે પી.પી.ટી.રજુ કરી વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધાનપુરની દરેક શાળાઓ અને આંગણવાડી ખાતે બાળકોને આ વાયરસ વિશે ઊંડાણપૂર્વક માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.
આ પ્રકારનો કોઈ પણ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક પણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નમો યોજના વિષે પણ વિગતે જાણકારી આપવામાં આવી હતી.આ બેઠક નિમિતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ અન્ય પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ તથા સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin