દાહોદ: તા ૧૫ જુલાઈ થી ૨૮ જુલાઈ દરમિયાન હિપેટાઇટિસ ડે ઉજવણી કરવાની હોય છે. જે અંતર્ગત જીલ્લા ક્ષય અને એચ.આઇ. વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડીયાના માર્ગદર્શનથી વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે ઇંટ્રીગેટેડ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિર, વેડ ખાતે નવચેતન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ રામ કૃપા ઉચ્ચત્તર ઉતર બુનિયાદી આશ્રમ શાળા, નવા ફળિયા, ગરબાડા ખાતે પણ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમ્યાન ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે, ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરો, જાગૃત રહો અને સુરક્ષિત રહો તે વિશે માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ કિશોરાવસ્થામાં થતા માનસિક અને શારીરીક ફેરફારો વિશે સમજણ આપી,
વ્યક્તિગત સ્વચ્છતા રાખવા, IFA ગોળી ખાવી, સેનેટરી પેડના ઉપયોગ વિશે સમજણ તથા દરેક કિશોરી - કિશોરના વજન - ઊંચાઈ સહિત ક્લિનિકલ તપાસ તેમજ પૂરક આહાર લેવા અંગેની વિસ્તાર પૂર્વક સમજણ આપી સાથે સાથે ટીબી,લેપ્રસી, સિકલસેલ તેમજ ચાંદીપુરમ વાઈરસ વિશે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિતે આઇ.સી.ટી.સી. કાઉન્સેલર દ્વારા એચ.આઇ.વી, ટીબી, હિપેટાઇટિસ, સિફિલીસ વિશે માહિતી આપી અને આવેલ તમામ દર્દીઓની લેબ ટેસ્ટિંગ તેમજ સેવાઓ પુરી પાડીને નિદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામ કૃપા ઉચ્ચત્તર ઉતર બુનિયાદી આશ્રમ શાળા, નવા ફળિયા, ગરબાડા ખાતે પણ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીપુરમ વાઈરસ વિશે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને માહીતી આપવામાં આવી હતી.
Reporter: admin