વડોદરા જિલ્લાના અનગઢ-૧૨ માં દીપક ફાઉન્ડેશન - ICDS પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ આંગણવાડી કેન્દ્ર ના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં ખુબ આનંદ થાય છે.
અમારા સ્થાપક સી.કે.મહેતા, છેલ્લા ૪૨ વર્ષ થી સમુદાય માટે પ્રતિબદ્ધતા થી કામ કરીરહ્યા છે. સી.કે.મહેતા ની સ્મૃતિ જયંતિ પર આ ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવેલ છે.દીપક ફાઉન્ડેશન વર્ષ ૧૯૯૬ થી ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) યોજના સાથે ભાગીદારી કરી રહ્યા છે. દીપક ફાઉન્ડેશ દ્વારા ગુજરાત માં ICDS સેવાઓને વધારવા તેમજ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરવા અને પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ સેવાઓ પ્રદાન કરવા માટે 67 આંગણવાડી કેન્દ્રોમાં પ્રયત્નશીલ છે.
નવી ઉદઘાટન થયેલ ડિજિટલ આંગણવાડી કેન્દ્ર અત્યાધુનિક ટેક્નોલોજી-આધારિત શિક્ષણ સહાય અને ડિજિટલ લર્નિંગ સ્પેસથી સજ્જ છે. આ નવીનતાઓનો ઉદ્દેશ્ય આંગણવાડીના બાળકોને અરસપરસ શિક્ષણના અનુભવોમાં જોડવાનો છે અને તેમને આવતીકાલના પડકારો માટે તૈયાર કરવાનો છે. આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણાદાયી છે.
Reporter: News Plus