વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 જૂન સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શનિવારે વોર્ડ 6 માં વારસિયા વિસ્તારમાં સ્થાયી સમિતિના ચેરમેન સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત 15 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું કિયૉજ્ણ કરવામાં આવ્યું છે. 15 દિવસમાં 15 હજારથી વધુ લોકો આ વિવિધ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. પ્રથમ દિવસે વિવિધ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીય સ્થળોની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સવારે સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા વારસિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સ્થાનિક કર્મચારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટર પણ જોડાયા હતા. જો કે અન્ય કોઈ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હોય તેવું ધ્યાન ઉપર આવ્યું નથી. ઉપરાંત જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ ક્યાંય અનુસરવામાં આવ્યું હોય તેવું જણાઈ આવ્યું નથી.ત્યારે આ સ્વચ્છતા અભિયાન કેટલું સફળ થાય છે તે 15 દિવસ બાદ જ માલુમ પડશે.
ઉલ્લખનીય છે કે વડોદરા આમેય સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પાછળ જઈ રહ્યું છે અને પછડાતું રહ્યું છે ત્યારે સહુ કોર્પોરેટર પણ પોતાની જવાબદારી સમજે છે કે કેમ તે જોવું રહ્યું.
Reporter: News Plus