વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.દરમિયાન રવિવારના રોજ પણ દબાણ શાખા ની ટીમ દ્વારા વોર્ડ નંબર 14માં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દબાણ શાખાની ટીમે હંગામી દબાણો દૂર કર્યા હતા. વોટ 14 માં આવેલ ન્યાયમંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર લહેરીપુરા મંગળ બજાર એમ જી રોડ પાણીગેટ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને દબાણ શાખાની ટીમ દ્વારા એક ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો.
શહેરના આ વિસ્તારોમાં અનેકવાર દબાણ દૂર કરવામાં આવ્યા છે પરંતુ સમય જતાની સાથે જ દબાણો પુનઃ ઊભા કરી દેવામાં આવે છે ત્યારે અન્યાય મંદિર એ એક હેરિટેજ ઈમારત છે જેને વિકસાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કપાયાકાત કરવામાં આવી છે ત્યારે અહીંના દબાનો કાયમી રીતે દૂર થાય તેવી પણ માગ ઉઠવા પામી છે.
Reporter: News Plus