News Portal...

Breaking News :

સાવલી નગરના પ્રવેશ દ્વાર સરદાર પટેલને પ્રતિમાના સર્કલ ટુટી જતા સરદારના નામે મત માગનારા રાજકીય પાર્ટીના હોદ્દેદારો રીપેરીંગની તસ્દી ન લેતા તાલુકાના સરદાર પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો

2024-06-02 18:20:19
સાવલી નગરના પ્રવેશ દ્વાર સરદાર પટેલને પ્રતિમાના સર્કલ ટુટી જતા સરદારના નામે મત માગનારા રાજકીય પાર્ટીના હોદ્દેદારો રીપેરીંગની તસ્દી ન લેતા તાલુકાના સરદાર પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો


સાવલી નગરના પ્રવેશ દ્વાર  પર આવેલ સરદાર પટેલને પ્રતિમાના સર્કલ ટુટી જતા સરદારના નામે મત માગનારા રાજકીય પાર્ટીના હોદ્દેદારો રીપેરીંગની તસ્દી ન લેતા તાલુકાના સરદાર પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે 



ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલ નું દેશની આઝાદીમાં અને દેશના ઘડતરમાં મહત્વનો રોલ છે અને આજે પણ તેઓ દેશના કરોડો લોકોના આઇકોન છે ત્યારે દેશના અને વિદેશના ખૂણે ખૂણે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરાય છે અને ઠેર ઠેર તેમની પ્રતિમાઓ અને સ્ટેચ્યુઓ ઊભા કરવામાં આવ્યા છે સાથે સાથે સમગ્ર દેશને જીવા દોરી એવી નર્મદા કેનાલ ને સરદાર સરોવરનું નામ આપવામાં આવ્યું છે સાથે સાથે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા ની સ્થાપના કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે સાવલી તાલુકામાં પણ નગરના પ્રવેશ દ્વાર પાસે સરદાર સાહેબની પ્રતિમા મૂકવામાં આવેલ છે અને વારે તહેવારે તેમજ રાજકીય પ્રસંગ નિમિત્તે અને કોઈ હડતાલ કે આંદોલન વેળાએ રાજકીય અગ્રણીઓ સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ પાઠવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સરદાર સાહેબની પ્રતિમા ની સ્ટેચ્યુ ની આજુબાજુ બનાવેલ ઓટલો કોઈ અજાણ્યા વાહનથી તૂટી જતા ભારે ચર્ચા જાગી છે અને નગરમાં તેમજ તાલુકાના કહેવાતા સરદાર પ્રેમીઓ માત્ર રાજકીય હિત ખાતર જ સરદાર સાહેબના નામનો ઉપયોગ કરે છે તેવું આ પ્રતિમા ના ઓટલા પર તે બેધ્યાન રહેતા તાલુકા જનોને ધ્યાને આવ્યું છે અને તેના પગલે ભારે ચર્ચા જાગી છે નગરમાં છાસવારે આંદોલન વેળાએ અને ચૂંટણી સભાઓમાં સરદાર સાહેબના નામના ગુણગાન ગાતા નેતાઓની લાપરવાહીએ સમગ્ર તાલુકા નું ધ્યાન ખેંચ્યું છે અને તાલુકાના સરદાર પ્રેમીઓ માં ભારે ઘોર નિરાશા પ્રસરી ગઈ છે અને એક ઓટલો રિપેર કરવાનો તાલુકાના નેતાઓને સમય ન મળતા ભારે ચર્ચા જાગી છે રોજના અવર-જવર કરતા આ નેતાઓ સરદાર સાહેબના પ્રતિમાના ઓટલાને જોઈને પણ તેમનો આત્મા નથી જાગતો !! તે બાબતે ભારે વિવાદ જગાવ્યો છે અને સરદાર પટેલના મૂલ્યો તો રાજકીય નેતાઓ નથી સાચવી શક્યા પરંતુ તેમની પ્રતિમા ને પણ સાચવી નથી શકતા તે બાબતે ભારે ચર્ચા જાગી છે અને આવનાર સમયમાં આ બાબતે જન આંદોલન છેડાઈ તો નવાઈ નહીં !! અને સરદાર સાહેબની પ્રતિમા ની સારસંભાળ મુદ્દે તંત્રની પણ  ઉદાસીનતા એ ભારે ચર્ચા જગાવી છે અને વહેલી તકે પ્રતિમાને ફરતે સર્કલ પર લોખંડની રેલિંગ અથવા અન્ય વ્યવસ્થા વહેલી તકે કરાય તેવી માંગ ઉઠી છે નહીં તો ઓટલો ધરાશાયી થવાને પગલે પ્રતિમાને નુકસાન થાય તેવી વકી છે



તસવીરમાં સાવલી નગરના પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલ સાહેબની પ્રતિમાની બેઠક વેર વિખેર હાલતમાં નજરે પડે છે

Reporter: News Plus

Related Post