વડોદરા : ગઇ તા.૨૯મે ૨૪ ના રોજ સવારના કલાક-૦૮વાગ્યાથી સાંજના ૪=૩૦ વાગ્યા દરમ્યાન સગીરવયનો પુત્ર ઉ.વ.૧૪ માતા ની જાણ બહાર ઘરેથી ક્યાંક નીકળી ગયેલ હોય અને તેની ફરિયાદીએ તપાસ કરતા મળી આવ્યો હતો. જેથી કોઇ અજાણ્યો ઇસમ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદી બેનના સગીરવયના દિકરાનું તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતની ફરીયાદની ફરિયાદ લઇ ગોરવા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવનાઅપહરણ થયેલા બાળક અને આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા શરૂ કરવામાં આવી હતી. જે આધારે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરકે.એન.લાઠીયાનાઓએ
જાતે તપાસ સંભાળી લઇ, તાબાના સ્ટાફને બાળક શોધી અને આરોપીને પકડી પાડવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી અને હુમન સોર્સિસ આધારે તપાસ કરવી હતી. જીલ્લાના તમામ પોસ્ટે ખાતે તપાસમાં રહેવા બાબતેનો ગ્રુપ મેસેજ કરાવવામાં આવેલો હતો અને ગુનાના અપહ્વત બાળકના ફોટો, તથા ફરીયાદીના મોબાઇલ નંબર સહિતનું પોસ્ટર બનાવી મિડીયા, ઇ-મીડીયામાં દ્વારા તથા જાહેર જગ્યા લગાવી પ્રસારીત કરાવવામાં આવ્યા હતા અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સીટી બસ સ્ટેશન, બગીચા, મોલ, ખાણીપીણીની જગ્યા વિગેરે ખાતે તપાસ કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ તપાસ ચાલુ હતી તે દરમ્યાન અપહરણ ગુનાનો અપહ્વત બાળક કારેલીબાગ ખાતે હોવાની માહિતી મળી આવી હતી જે આધારે તપાસ કરતા બાળક મળી આવ્યો તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: News Plus