મધ્યગુજરાતના સૌથી મોટા સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના વહીવટ સામે અવાર નવાર સવાલો ઉઠે છે.અસુવિધા અને અવ્યવસ્થાથી દર્દીઓની પરેશાનીની તંત્રે લગિરયે ચિંતા નથી.
સરકાર લોકોની સુખ સુવિધા માટે સરકારી હોસ્પિટલ પાછળ લાખો કરોડો ખર્ચ કરે છે પણ વહીવટ કરતા તંત્રની અણ આવડતથી લોકોના ભાગે મુશ્કેલીઓ જ આવે છે ત્યારે ફરી એકવાર એસએસસી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એસી બંધ થઈ જતા દર્દીઓની હાલત કફોડી થઇ હતી.ટ્રોમા સેન્ટરમાં ફરજિયાત એસી ચાલુ હોવા જોઈએ કેમકે આઈસીયુ જેવા ઉપકરણો હોય છે,એસી બંધ થતા દર્દીઓને પુઠા વડે હવા આપવી પડે છે.
...
Reporter: News Plus