News Portal...

Breaking News :

એસ ઓ જી એ નવાબવાડામાંથી 11 લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

2024-07-11 19:21:26
એસ ઓ જી એ નવાબવાડામાંથી 11 લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું





પોલીસે એક પુરુષ સહિત બે મહિલાઓની આ ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી..




સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગતમોડી રાત્રે શહેરના મચ્છીપીઠમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રૂ. 11 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. એસઓજી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બે મહિલા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. તે પૈકી એક મહિલાનો પતિ હાલ જેલવાસ ભોગવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં ડ્રગ્સ સહિતની બદીઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન વોચ રાખવામાં આવતી હોય છે. તાજેતરમાં એસઓજીની ટીમ દ્વારા શહેરના મચ્છીપીઠમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ટીમને 111 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. વડોદરા એસઓજી દ્વારા અગાઉ પણ મચ્છીપીઠમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસ દ્વારા શહેરવાસીઓને નશાના રવાડે ચઢાવતા તત્વો પર સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેની લોકો ભારે સરાહના કરતા હોય છે.  મચ્છીપીઠના નવાબવાડામાંથી 111 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેની કિંમત રૂ. 11 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. એમ ડી ડ્રગ્સના કેસમાં એસ ઓ જીએ ઝડપી પાડેલ આરોપીમાં બે મહિલા અને એક પુરૂષ સાથે કુલ ત્રણની અટકાયત કરવામાં આવી છે.નવાબવાડામાં મોઇન એપાર્ટમનેટમાં રહેતી રેહાના ઇમરણખાન પઠાણ, હસનેન ફ્લેટના બીજા માળે રહેતો મોહંમદકામિલ મોહમદકાસીમ શેખ અને તેની પત્ની નિગત શેખની એસઓજીએ ધરપકડ કરીને રોકડા એક લાખ સાથે 40,000ની કિંમતના ચાર મોબાઈલ અને માદક પદાર્થ મેફેડોન (એમ.ડી) 110.92 ગ્રામ જેની કિંમત 11,09,200 જેટલી મળીને કુલ 12,49,800નો મુદામાલ જપ્ત કર્યો છે.



એસ ઓ જીના આ દરોડામાં ઝડપાયેલી મહિલા આરોપી રેહાનાના પતિ બે વર્ષથી જેલમાં છે. પતિને જેલમાં ગયા બાદ પણ મહિલાએ ફરી એમડી ડ્રગ્સનું કામ ચાલુ કર્યું છે. અન્ય મહિલાનું નામ નિગત છે, તે રેહાનાની બહેનની દિકરી છે.  મળતી માહિતી અનુસાર મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગળની તપાસ હાલ ચાલુ છે.

Reporter: News Plus

Related Post