News Portal...

Breaking News :

પાલિકાએ ઉત્તર ઝોનમાં છેલ્લા ત્રણ મહિનામાં 28 જેટલા પાણી ગટર વરસાદી ગટરના કામો પૈકી 8 કામોમાં ચરી કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી

2024-06-30 21:26:46
પાલિકાએ ઉત્તર ઝોનમાં  છેલ્લા ત્રણ મહિનામાં 28 જેટલા પાણી ગટર  વરસાદી ગટરના કામો પૈકી 8 કામોમાં ચરી કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી


વડોદરા મહાનગરપાલિકા દ્વારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં  છેલ્લા ત્રણ મહિનામાં કોન્ટ્રાક્ટર પાસે ચરી રીપેરીંગ રિસ્ટોરેશન અને બેરીગેટિંગ કરી તમામ જરૂરી રસ્તાઓને સુરક્ષા  ના ભાગરૂપે કામગીરી કરવામાં આવી હતી.  છેલ્લા ત્રણ મહિનામાં 28 જેટલા પાણી, ગટર, વરસાદી ગટરના કામો પૈકી 8 કામોમાં ચરી કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.



વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. જેમાં પાલિકાના વિવિધ વિભાગો દ્વારા  નાગરિકોના સગવડ માટે કામગીરી કરવામાં આવતી હોય છે. મહાનગરપાલિકાના  ઉત્તર ઝોનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 1,2,3, અને 13 માં છેલ્લા ત્રણ મહિનામાં નાગરિકોને તકલીફ ના પડે અને વિભાગના ધ્યાનમાં આવેલા કામો  કરવામાં આવ્યા હતા. વરસાદના લીધે ચરી પડેલી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનામાં 28 જેટલા પાણી,ગટર,વરસાદી ગટરના કામો પૈકી 8  કામોમાં ચરીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રવિવારના દિવસે  કોન્ટ્રાક્ટર પાસે ઉભા રહીને ચરી રીપેરીંગ, રીસ્ટોરેસન અને બેરીગેટિંગ કરી તમામ જરૂરી રસ્તાઓને સુરક્ષાના ભાગરૂપે કામગીરી કરવામાં આવી હતી


વોર્ડ 13માં આવેલું લાલબાગ બ્રિજની નીચે વરસાદી ગટર ની લાઈન નાખી, બકરાવાડી 18 કોટર્સ, સમા સાવલી રોડ પ્રસંગ પાર્ટી પ્લોટ, હરણી ગદા સર્કલ થી સાસવત ફ્લેટ રોડ, લીલેરિયા એપિએસ, વેમાલી ગામ અને આર એમ પટેલ ફાર્મ જીએસએફસી બ્રિજ નીચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી 
હરણી પાણી ટાંકીથી મોટનાથ રેસીડેન્સી વાળા રોડ પર વરસાદી ગટરની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post