News Portal...

Breaking News :

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના શાઇનિંગ સ્ટાર્સનો સન્માન સમારોહ યોજાયો

2024-06-30 19:35:06
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના શાઇનિંગ સ્ટાર્સનો સન્માન સમારોહ યોજાયો


આજરોજ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા, ડોક્ટર વિજયભાઈ શાહના સફળ નેતૃત્વ હેઠળ SVVP SHINING STARS નો કાર્યક્રમ, તમામ વૈષ્ણવ વણિક ઘટકોના પ્રમુખ તથા મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 તથા ધોરણ 12 માં 85% થી વધુ પર્સન્ટેજ મેળવનાર વિદ્યાર્થી મિત્રોનું તેમજ નીટ તથા જી એડવાન્સમાં નક્કી કરેલ ક્રાઈટેરિયા મુજબ સ્કોર મેળવનાર વિદ્યાર્થી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 માંથી તથા 12 ની વિવિધ ફેકલ્ટીમાંથી 80 થી વધુ વિદ્યાર્થી મિત્રોને અરજીઓ આવેલી હતી. એ તમામ વિદ્યાર્થી મિત્રોને તેમના વાલી સાથે આજના કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે વૈષ્ણવ વણિક સમાજની તમામ સંસ્થાઓના પ્રમુખ મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ તરીકે IMA વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશભાઇ શાહ તથા SVVP વડોદરાના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે સ્થાન શોભાવ્યું હતું.યંગ અને ડાયનેમિક મોટીવેશનલ સ્પીકર દેવાંશભાઈ શાહે ઉપસ્થિત સૌ વિદ્યાર્થી મિત્રોને તેમજ તેમના વાલીઓને ખૂબ સચોટ અને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 


વિદ્યાર્થી તેમણે જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી કોઈ એક વિષય કે ફિલ્ડ ને પકડીને નથી બેસી રહેતો એ મલ્ટી ટેલેન્ટેડ છે અને એક સાથે બે કે તેથી વધુ ફીલ્ડમાં કાર્ય કરી શકે એટલી કાર્યદક્ષતા રાખે છે આવા જ વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરી શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈપણ નવા ફિલ્ડમાં જતા પહેલા આત્મવિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે તદુપરાંત પોતાના મેન્ટોર અને પોતાના ઇષ્ટદેવ પર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ અત્રે ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી તરફથી પણ પ્રસંગને અનુરૂપ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેનો દેવાંશભાઈ દ્વારા યોગ્ય સમજણ આપીને જવાબ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાંI IMA વડોદરા તરફથી  મુખ્ય સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. ભારત પેરેન્ટાઇલના ભરતભાઈ દેસાઈ, કોર્પોરેટર અવનીબેન તથા નૈતિકભાઈ પણ પધાર્યા હતા.આ કાર્યક્રમમાં દરેક ફેકલ્ટીના ટોપ બે વિદ્યાર્થીઓનું મંચ પર બોલાવી સન્માન કરવામાં આવ્યું હતું.માહી પુર્વાધ શાહ, હિમાની નેહલ શાહ, કંદરા પ્રિયાંક શેઠ, આરવ મેહુલ શાહ, ગૌરી દિવ્યેશ પરીખ, પ્રિયલ નેહલ દલાલ, અન્વી મેહુલ દેસાઈ, હાર્વી ભાવિન શાહ, જીયા ધવલ શાહ, યુગ વિજય શાહ, યશ વિજય શાહ, અનુ પરિતોષ ગાંધી, દ્રષ્ટિ જીગ્નેશ ગાંધી, મેઘ કમલેશ શાહ.સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ તેમજ ઉપપ્રમુખ હીનાબેન શાહ મહામંત્રી જીગ્નેશ ભાઈ શાહ લેડીઝ વીંગના મહામંત્રી મેઘાબેન ઉપપ્રમુખગણ યોગેશભાઈ, રાજુભાઈ, જયેન્દ્રભાઈ, દક્ષેશભાઈ, મંત્રીગણ એસ.કે ભાઈ, પ્રીતિબેન, ખજાનચી ભુપેન્દ્રભાઈ, સહમંત્રી ચિરાગભાઈ, સહજાનચી સુરેશભાઈ, યુથ વિંગના સૌરીનભાઈ , પાર્થભાઈ, જીગરભાઈ, નમનભાઈ લેડીઝ વીંગના તેજલબેન, નિમિષાબેન, બીનાબેન, રીનાબેન, મોક્ષદાબેન, ઇલાબેન, શ્વેતાબેન, ઝોન પ્રમુખ નિત્તલભાઈ તથા વિપુલભાઈ..આ સૌનો સાથ અને સહકાર મળ્યા હતા. કાર્યક્રમનો સંચાલન અલ્પાબેન જીગરભાઈ શાહે સફળતાપૂર્વક કર્યું હતું.

Reporter: News Plus

Related Post