News Portal...

Breaking News :

હરણી બોટકાંડમાં મૃતકના પિતાએ પોલીસ કમિશનર અને લાંચ રૂશ્વત વિરોધી શાખાને તપાસ કરવા ફરિયાદ અપાઈ

2024-05-28 23:52:18
હરણી બોટકાંડમાં મૃતકના પિતાએ પોલીસ કમિશનર અને લાંચ રૂશ્વત વિરોધી શાખાને તપાસ કરવા ફરિયાદ અપાઈ




વડોદરાના હરની બોટ કાંઠે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી જોકે હાલ સુધી મૃતકોના પરિવારજનો ન્યાય માટેની રાહ જોઈ રહ્યા છે દરમિયાન મંગળવારના રોજ મૃતક બાળકના પિતાએ વધુ એક ફરિયાદ પોલીસ કમિશનરને આપી હતી આ ઉપરાંત લાંચ-રુસ્ત વિરોધી શાખાને પણ ફરિયાદ આપી હતી અને ગુહાર લગાવી હતી તે જે અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે.





વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓ મળી કુલ ૧૪ વ્યક્તિઓ ડૂબી જવાથી મોત ને ભેટા હતા આ ઘટના બાદ શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તમામ સામે પગલાં ભરવા માટેની બહેતરી આપવામાં આવી હતી પરંતુ હાલ સુધી કેટલાક અધિકારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે આ સંદર્ભમાં મૃતકના પરિવારો કેટલાય વખતથી ન્યાય માટે માંગણી કરી રહ્યા છે અને જે લોકો ખરેખર કસૂરવાર છે તેઓ સામે પગલા ભરવાની માગ કરી રહ્યા છે રાજકોટની ઘટનાએ પુનઃ એક વખત સરકારની લાપરવાહી છાતી કરી દીધી છે. ત્યારે મંગળવારના રોજ મૃતક બાળકના પિતા કલ્પેશ નીઝમાએ પોલીસ કમિશનરને સંબોધી વધુ એક ફરિયાદ આપી છે જેમાં આરોપીઓ તરીકે ગોપાલ શાહ, વિનીત કોટિયા, પારુલ કોટિયા, ટીના કોટિયા, વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મિલ શાહ, વિશાલ પટેલ, વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશ શાહ, તત્કાલીન મ્યુ. કમિ. હસમુખ પટેલ, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ, રાજેશ ચૌહાણ કાર્યપાલક ઈજનેર તથા તપાસમાં નીકળી આવે તેવા તમામ લોકો સામે ફરિયાદ આપવામાં આવી છે. 



ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પી પી યોજના હેઠળ વડોદરા મહાનગર સેવાસદનના માલિકીના હરણની તળાવને વિકસાવવાના નામે બનાવટી દસ્તાવેજો ઊભા કરી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર આચાર્યો છે. જે એજન્સી કાબેલ ન હતી તેને થોડા જ સમયમાં કાબેલ બનાવી અને તેને પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યો તે કેવી રીતે આપવામાં આવ્યો અને આમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટર ની સહીથી આ પ્રોજેક્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે કયા કયા કોર્પોરેટરો એ પણ ભ્રષ્ટાચાર આજનો છે તેની પણ તપાસ થવી જોઈએ તેવી માગ આ ફરિયાદમાં કરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post