આસામના કેટલાક લોકોને પૈસા લઈ વિયેતનામ નોકરીના બહાને મોકલી આપવાના ગુનામાં વડોદરા ખાતેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નોકરીની લાલા છે વિદેશ મોકલી તગડી કમાણી કરનાર એજન્સીના એક આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો એનઆઈએ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં આ આરોપી ઝડપાઈ ગયો હતો.ગુનામાં ફરીયાદીને નોકરીની તક હોવાનું જણાવી વિયેતનામ મોકલી ત્યારબાદ વિયેતનામથી કંમ્બોડીયા ખાતે ફરીયાદીને નોકરીના બહાને મોકલતા જ્યાં જણાવેલ નોકરીમાં ફરીયાદીને રસ ન હોય નોકરી છોડવા જણાવતા આ અનામી કંપનીના ચાઇનીઝ અઘિકારીએ ફરીયાદી પાસે ડોલરની માગ કરી ઘમકીઓ આપી ફરીયાદીનો પાસપોર્ટ લઇ અને ફરીયાદીને 34 દિવસ સુધી બંધ રૂમમાં ગોંધી રાખીલ હતો.
2000 ડોલર બળજબરી પુર્વક કઢાવી તેમજ આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા 1.5. લાખ કપટપુર્વક મેળવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેમાં ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી મનિષ બળવંતભાઇ હિંગુ ઉ.વ.30 રહે. લાલજીકૃપા ફલેટ, ગોત્રી વડોદરા શહેરને શોધી કાઢી ગુનાના કામે ધરપકડ કરી આરોપીને મુદત અંદર કોર્ટમાં રજુ કરી આરોપીના ગુનાના જરૂરી મુદ્દાઓ આધારીત તપાસ કરવા માટે આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
જેમાં કોર્ટે આરોપી મનિષ હિંગુના આગામી તા. 4 જૂન સુધીના એટલે કે 7 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ જારી રાખવામાં આવી છે.
Reporter: News Plus