ડાકોર : ગુજરાતમાં કેટલાક દિવસોથી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે.
ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. આ ઘટનાની મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યાત્રાધામ ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં ચોરી કરવા આવેલા અસામાજિક તત્વો દ્વારા શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ છે.
આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ વડોદરાના સંવેદનશીલ એવા ભૂતડી ઝાંપાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જનની મોડી રાત્રે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા વિસ્તારમાં અશાંતિ ફેલાઈ હતી. જેના કારણે વિસ્તારમાં અજંપાભર્યો માહોલ સર્જાયો હતો. જો કે, પોલીસને જાણ થતા, પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો.
Reporter: admin