વડોદરા શહેર માં હરણી બોટકાંડ ના પિડીત પરીવાર ને ન્યાય અપાવવા તેમજ ગુજરાત માં મોરબી,રાજકોટ,સૂરત વગેરે શહેરો માં ભાજપ ના કુશાસન માં મહાનગર પાલિકાઓ માં ભાજપ ના ભ્રષ્ટાચાર ના કારણે લોકો ને જીવ ગુમાવવા પડયા જેનાં સંદર્ભ સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી.
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને એક મંચ પર લાવી રાજ્યવ્યાપી આંદોલનનું કરવામા એલાન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા તબક્કા વાર વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદ સહિતના દુર્ઘટના પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી.સૌને મળ્યા બાદ એક રાજ્ય વ્યાપી આંદોલન ઊભું કરવા કોંગ્રેસ તૈયાર આંદોલનના ભાગરૂપે મોરબી થી તક્ષશિલા સુધી ની યાત્રા યોજી ન્યાયની માંગ કરવામાં આવશે.
અત્યાર સુધી અલગ અલગ શહેરોમાં ચાલી રહેલા નાના- નાના આંદોલનને જોડી હવે એક મોટું આંદોલન ઊભું કરવામાં આવશે અને આ આંદોલનને રાજ્યના જન સુધી પહોંચાડી પરિવારોને ન્યાય અપાવીશું આ તમામ ઘટનાઓના મૂળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો ભ્રષ્ટાચાર કારણભૂત છે.હવે આ તમામ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે.આ સાથે રાજકોટ દુર્ઘટના નામે જે પ્રકારે રાજ્યભરમાં નાના વેપારીઓને અને મકાનમાલિકોને રંજાળવામાં આવી રહ્યા છે તેને લઈને પણ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સેવાદારના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સહિત કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પાલભાઈ આંબલીયારા વડોદરા શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી, જશપાલસિંહ પઢીયાર તેમજ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
Reporter: News Plus