News Portal...

Breaking News :

વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાજ ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી

2024-06-29 21:19:30
વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાજ ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી



બે મોંઘી ગાડીઓ દટાઈ, દિવાલ ધરાશાહી થતા સદ્નસીબે કોઈજાનહાની થઈ ન હતી
 




વડોદરા માં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ની સાથે જ ઇમારતોની માટી ઢીલી પડતાની સાથે જ ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી જતા બે મોંઘી ગાડીઓ દટાઈ, દિવાલ ધરાશાહી થઈ ગાડીઓ પર પડતા ગાડીઓને ભરે નુકસાન થયું હતુ. જોકે સદર નસીબે કોઈ જાન હની થઈ ન હતી. બનાવ બનતા જ  સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો તેમજ સ્થાનિકો દ્વારા દિવાલ હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈપણ જાનહાની થઇ નં હતી.



 અત્રે ઉલ્લેખનીય છૅ કે મહાનગરપાલિકા દ્વારા વરસાદ આવતા પહેલા શહેરની અનેક જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે પણ નવી ઇમારતો પણ કેટલી મજબૂત છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનો છે. જોકે મહાનગરપાલિકા દ્વારા પણ વહાલા દાવલાની નીતિ કરવામાં આવી રહી છે.

Reporter: News Plus

Related Post