વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા કોતર તલાવડી પાસે મનહરનગરમાં ગત 27મી તારીખે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તોફાને ચડેલા બંને જૂથના યુવકોએ સામસામે પથ્થરમારો કરતા ભયનું વાતાવરણ ઊભું થયું હતું. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. માંજલપુર પોલીસે આ ગુનામાં આરોપી (1) અક્ષય મગનભાઈ રાઠવા (રહે. તુલજા નગર માંજલપુર) (2) ઈશ્વર ભાણાભાઈ બારોટ (રહે. સોમનાથ નગર માંજલપુર) (3) નામદેવ ક્રિષ્ના ભાઈ મોરે (રહે.સત્યમ નગર સમા) ની ધરપકડ કરી છે. જાહેરમાં પથ્થરમારો કરી અરાજકતા ફેલાવનાર આરોપીઓએ પોલીસનું કડકવલણ જોઈને ગભરાઈ ગયા હતા અને પોલીસ સમક્ષ હાથ જોડી દીધા હતા.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ -મથકની ઢીલી નીતિના કારણે અલવાનાકા વિસ્તારમાં આવેલા કોતર તલાવડી વિસ્તારના કેટલાક ટપોરીઓ ફાટીને ધૂમાડે ગયા છે. પોતાની જાતને ડોન સમજતા આવા -લુખ્ખા તત્વો રોજ રાત્રે મારક -હથિયારોનું નગ્ન પ્રદર્શન કરીને "વિસ્તારમાં દહેશત ફેલાવી રહ્યા -છે અને ઘાતક હથિયારોને બતાવી- -બતાવીને રીલ્સ બનાવી રહ્યા છે. કોતર તલાવડી અને આસપાસના વિસ્તારોમાં ધારદાર ચાકુ બતાવીને ધાકધમકી આપી રહ્યા છે અને -નાના-મોટા વેપારીઓ સાથે દાદાગીરી કરીને ડર ફેલાવી રહ્યા છે. આ બાબતની જાણ માંજલપુર પોલીસને છે અને તેની પાસે -બાતમી પણ છે અને અરજી પણ છે. છતાંય પોલીસ ભેદી કારણસર આવા લુખ્ખા તત્વોની સાન ઠેકાણે -લાવવામાં નિષ્ફળ નીવડી છે.
કોતર તલાવડી અને આસપાસના વિસ્તારોના આવા -ટપોરીઓ મોટરબાઈક ઉપર ત્રણ- ત્રણ સવારી આંટાફેરા મારે છે અને કોઈની પણ સાથે માથાકૂટો કર્યા કરે છે. આવા ટપોરીઓ પોતાની પાસે મારક હથિયારો રાખે છે.
Reporter: News Plus