હરિદ્વાર : શિવજીની જટા માંથી અવતારીત થયેલી ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઇ છે. સૂપડા ધાર વરસાદના લીધે હરિદ્વારના ખરખરીની સુકી નદીઓ પર ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઇ છે. તો બીજી તરફ ઉત્તરી હરિદ્વારમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઉત્તરાખંડમાં મોનસૂનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડમાં 27 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને હવે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. રવિવારથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ પિથોરાગઢ અને બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આ અઠવાડિયે ઉત્તરાખંડના અન્ય અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાના આગમન સાથે જ ઉત્તરાખંડમાં વરસાદ શરૂ થઇ ગયો છે. શનિવારે બપોરે હરિદ્વારમાં વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. તેના લીધે ડઝનો ગાડીઓ નદીમાં તણાઇ ગઇ હતી. ગંગા નદીમાં તણાઇ રહેલી ગાડીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. જોકે નદીમાં ગાડીઓ વહી જતાં જાનમાલને ભારે નુકસાન થયું છે.
Reporter: News Plus