News Portal...

Breaking News :

નવસારી : બીલીમોરામાં રમતા રમતા ૬ વર્ષીય બાળકી ખુલ્લી ગટરમાં પડી, બાળકીનો મૃતદેહ મળી આવ્યો

2024-06-29 18:07:20
નવસારી : બીલીમોરામાં રમતા રમતા ૬ વર્ષીય બાળકી ખુલ્લી ગટરમાં પડી, બાળકીનો મૃતદેહ મળી આવ્યો


નવસારીના બીલીમોરામાં વરસાદી ગટરમાં બાળકી પડી ગયી હતી જે બાદ બાળકી પાણીમાં ગરકાવ થઇ ગયી હતી. 


બાળકી ગુમ થયા બાદ તંત્ર દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન આજે સવારે બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ બાળકી ખુલ્લી ગટરમાં પડતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી મહિતી મુજબ બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 6 વર્ષીય બાળકી રમતા રમતા ત્યાં રહેલી ખુલ્લી ગટરમાં પડી ગયી હતી અને બાદમાં  પાણીમાં ગરકાવ થઇ ગયી હતી. બાળકી ગુમ થતા પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી પરંતું બાળકીનો કોઈ પતો લાગ્યો ના હતો જે બાદ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસતા ૬ વર્ષીય બાળકી શાહિન ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી હોવાનું જણાઈ આવ્યું હતું. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ બાળકી ગરકાવ થતા જોવા મળી હતી.બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 


ગઈકાલે પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 22 કલાકની ભારે શોધખોળ બાદ વઘારીયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે બાળકીના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પિતાએ પોતાની વ્હાલસોયી દીકરીના મૃતદેહને ગળે લગાવી લીધો હતો. આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે ઘટના બન્યાને અંદાજીત 22 કલાક બાદ બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળ્યો હતો.  માસુમ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Reporter: News Plus

Related Post