વડોદરાના વિખ્યાત મંદિર એવા ઇસ્કોન મંદિર ખાતે ચોરીનીઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિનગર પાસે આવેલ શહેર નું જાણીતું મંદિર ઇસ્કોન મંદિર મા આજે વહેલી સવારે 3 થી 4 વાગ્યાં ના સમયે માસ્ક પહેરી ને આવેલ શખ્સે મંદિર મા સોના,ચાંદી,તેમજ પાંચ કિલો આસન સહિત ની ચીજ વસ્તુઓ ઉઠાવી ગયેલ છે.
અત્રે ઉલ્લેનીય છેકે ઇસ્કોન જેવા આટલા મોટા મંદિર મા સીસીટીવી નો અભાવ જોવા મળ્યો હતો. જો યોગ્ય જગ્યાએ સીસીટીવી હોત તો તાત્કાલિક ચોર નું પગેરું મળી જાત તેમજ એવું પણ કહેવાય છેકે ચોરે ચોરી કરતા પહેલા મંદિર ની રેકી કરી હોવાનું કહેવાય છે. મંદિર મા શનિવાર, રવિવાર સહિત વાર તહેવારે મંદિર મા ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. હાલ તો પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: