IPL ની ફાઇનલ ક્રીકેટ મેચ પર સમા ખાતેના ફલેટમાં ક્રિકેટ સટ્ટા રમાડતા ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમા સંજયનગર સામે આવેલ સ્નેહ રેસીડન્સી બીજા માળે આવેલા ફલેટમા અમીત લવજીભાઇ સોરઠીયા પોતાના સાથીદારો હર્ષ ચૌધરી તર્થા હર્ષકુમાર સસિંગનાઓ સાથે મળી KKR અને સનરાઇઝ હૈદ્રાબાદ
વચ્ચે રમાઇ રહલે ફાઇનલ મેચ દરમ્યાન ઓનલાઇન ક્રીકેટ મેચનો સટ્ટો રમવા માટે લીધેલા આઇ.ડી આધારે મોબાઇલ ગ્રાહકો સાર્થે સંપર્કમાં રહી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી. અને હર્ષ પ્રવણભાઇ ચૌધરી, હર્ષકુમાર ને ઝડપી પાડ્યા હતા.
તેઓ પાસેથી ક્રીકેટ સટ્ટાનો જુગાર રમાડવા માટે રાખેલ બે લેપટોપ, જુદીજુદી કંપનીના એન્રોઇડ મોબાઇલ ફોન નંગ-15 તથા એક નોટબુક સાથે મળી આવેલ. મળી આવેલ બન્ને લેપટોપમા અને નોટબકુમાં ગ્રાહકોના ટુંકા નામો અને ક્રીકેટ સટ્ટાના જુગારનો હિસાબ સંકેતીક ભાષામાં લખેલ જણાઇ આવ્યો હતો. ઝડપાયેલા બન્ને ઇસમોની પૂછપરછ દરમ્યાન અને તપાસ દરમિયાન સોમા તળાવ ખાતે અમીત લવજીભાઇ સોરઠીયાના કહેવાર્થી લાઇવ ક્રીકેટ મેચનો સ્કોર જોઇ મોબાઇલ ફોન થી ગ્રાહકો સાથે સંપર્કમાં રહી ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા હોવાનું તેમજ ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટ સટ્ટાનો જુગાર રૂપીયા સાથે લેવાનું તેમજ ગ્રાહકો પાસેથી લીધેલ રૂપિયા સાથે સટ્ટાનો જુગાર અમીત સોરઠીયાને પહોંચાડવાનુ કામ કરતા હોવાનું અને આ તમામ મોબાઇલ ફોનનો ઉપયોગ ક્રીકેટ સટ્ટાને લગતા મેસેજની આપ લે કરવા તેમજ ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા ઉપયોગ કરતા હોવાનું અને એક મોબાઇલ ફોનમા એકસીસ બેંકના ખાતા દ્વારા ગ્રાહકો સાથે રૂપીયાની લેવડ– દેવડ કરતા હોવાનું જણાવતા જેથી ક્રિકેટ સટ્ટાનો ઓનલાઇન જુગાર રમાડવા માટે ઉપયોગમાાં લીધેલ બે લેપટોપ, એન્રોઇડ મોબાઇલ ફોન નં.- ૧૫ અને એક નોટબકુ કુલ રૂ.1.35 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી સોરઠિયાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: News Plus