સાવલીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો. એક યુવકે પોઇચા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. પ્રેમ પ્રકરણમાં યુવક દ્વારા અંતિમ ચિઠ્ઠી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી છે.
સાવલી ભીમનાથ મંદિર પાસે ભાથીજી ફળિયામાં રહેતા અજય રમેશભાઈ પાટણવાડીયાએ પુલ ઉપરથી છલાંગ લગાવી મોત ને વહાલું કર્યું હતું. અજયનો ફળિયામાં જ રહેતી નેહા પાટણવાડીયા સાથે પ્રેમ સંબંધ હતો. અને થોડા સમય પહેલા બંને એ પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો. અને અજયે મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો.
અને તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મોતને વ્હાલું કરતા પહેલા યુવાને એક ચિઠ્ઠી સોશ્યલ મીડિયામાં મૂકી હતી. જેના આધારે સાવલી પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
Reporter: News Plus