વરસાદ વરસતા ની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના ઘણા રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા એક્શન મોડમાં આવી હતી. અને પાલિકાના સીટી એન્જિનિયર શહેરના વોર્ડમાં જઈને કોન્ટ્રાક્ટરની કામગીરી જોઈ હતી. અને તેમાં સતી દેખાતા કોન્ટ્રાક્ટર ની સામે લાલ આંખ કરી છે. બે દિવસ માં કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ 5.45 લાખનો દંડ ફટકાર્યો હતો.
વડોદરા શહેર એ સ્માર્ટ સીટીતરીકે ઓળખાય છે. પરંતુ ચોમાસુ આવે ત્યારે -પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે. વરસાદ પડતા જ રવિવારના દિવસે રજા હોવાથી સ્થાયીસમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે મીટીંગ બોલાવી હતી. અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે તો તેને સામે પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી કરવાનુંજણાવ્યું હતું.શહેરના તમામ પ્રજાજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા વરસાદ વરસતા ની સાથે એક બાજુ ચોમાસા એ માજા મૂકી છે ત્યારે શહેરના અનેકો વિસ્તારના રોડ રસ્તાઓ બેસી જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ને મીડિયાના માધ્યમથી રોડ રસ્તાઓ બેસી જવાના અહેવાલ મળતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તાઓની કામગીરી આરંભ છે. શહેરમાં ઠેર ઠેર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સીટી એન્જિનિયર અલ્પેશ મજબૂદારે શહેરના દરેક વોર્ડમાં કામગીરી જોતા તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા તેની સામે લાલ આંખ કરીને પેનલ્ટી કરી છે. જેમાં સૌથી વધુ 2 લાખની પેનલ્ટી એ કે નેક ઇન્ફ્રા ને કરી છૅ. જે જગ્યાએ ચરીઓ બેસી ગઈ છે એવા ઈજારદારો ને દંડ કરવામાં આવ્યો છે અને રિસ્ટોરેશનની કામગીરી પણ કરવામાં આવી છે. શહેરીજનો અને રાહદારીઓને અગવડતા ઊભી કરવા બદલ ઈજારદાર દંડ કરવામાં આવ્યો છે. સીટી એન્જિનિયર એ બુધવારના રોજ 1.70 લાખ નો દંડ ફટકારીઓ છે
સીટી એન્જિનિયર દરેક વોર્ડમાં કામગીરી જોતા તેમાં ક્ષતી દેખાતા ઇજારદારને દંડ ફટકાર્યો
જેપી કન્સ્ટ્રક્શન, ડ્રેનેજ લાઈન 25000 નો દંડ
શ્રીક્રિષ્ના પ્લમ્બર ડ્રેનેજ લાઈન 25,000 નો દંડ
જયસ્વાલ ડેવલોપર્સ વરસાદી ગટર 25000 નો દંડ
ભાવેશ આર પંડ્યા વરસાદી ગટર 25,000 નો દંડ
એસ.કે મકવાણા ડ્રેનેજ ગ્રેવીટી લાઈન 25,000 નો દંડ
ભાવિન એન્ટરપ્રાઇઝ ડ્રેનેજ લાઇન 45,000 નો દંડ
Reporter: News Plus