વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશન નો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણા ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જન સંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં 500થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરા શહેર જોઈન પોલીસ કમિશનર મનોજ નીનામા ડીસીપી અભય સોની વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પાંચ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા..ગોત્રી વિસ્તારમાં રહેતા દીપેન ઠક્કર દ્વારા એક વ્યાજખોર એ સ્ટેમ્પ પેપર ઉપર રૂપિયા ૮૦ લાખ ત્રણ ટકાના વ્યાજે આપ્યા હતા જેના દીપેનભાઈ દ્વારા એક કરોડ 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તેમ છતાં વ્યાજખોર દ્વારા દીપેનભાઈ ની ઓફિસે ઘરે અને તેઓના સસરાને ધમક્યો આપે છે.છેલ્લા બે વર્ષથી દીપેનભાઈ ગોત્રી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે દીપેન ભાઈ હવે થાકી ગયા છે.. હાલ દીપેનભાઈ ની ચાર નળીઓ બ્લોક છે જેથી તબિયત સારી રહેતી નથી. નરેન્દ્ર ચરણજીતસિંહ છાબરા વ્યાજખોર પાસેથી દીપેન ભાઈએ વ્યાજે નાણા લીધા હતા. જ્યારે પોલીસ વ્યાજખોર નરેન્દ્ર ચરણજીતસિંહ છાબરાને પકડવા જાય છે ત્યારે પોલીસને ઘરમાં ઘૂસવા દેતો નથી અને મારું પોલીસ કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપે છે.જેથી બીપીનભાઇ દ્વારા આજે કંટાળીને જોઈન પોલીસ કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ વ્યાજખોરને પકડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
નાગરીકો સાથે જનસંપર્ક સભાનુ આયોજન કરવામા આવેલ સભામા આશરે ૪૦૦ માણસોએ ભાગ લીધેલ સદર જનસંપર્ક સભામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક ના એ.જી.એમ નેત્રમણી સાહેબ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના બી.એસ.પટેલ સાહેબ તથા અન્ય બેન્કના કર્મચારી તથા વડોદરા શહેર કોર્પોરેશનના કર્મચારીઓ દ્રારા સરકારશ્રીની વિવધ નાણાકીય યોજનાઓ જેવી કે પી.એમ સ્વનીધી યોજના તથા પી.એમ વિશ્વકર્મા યોજના અંગે માર્ગદર્શન આપેલ જે અંતર્ગત કુલ ઝોન-૦૨ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-૧૯ નાગરીકોને પી.એમ સ્વનીધી યોજના અંતર્ગત લાભ મળેલ જે નાગરીકોને ચેક તથા સેક્શન લેટર આપવામા આવેલ તથા સદર યોજના અંગે કુલ ૨૫૦ નાગરીકોને ઓનલાઇન ફોર્મ ભરવામા આવેલ તેમજ ગેરકાયદેસર નાણા ધિરધારનો અનુસંધાને ભોગબનનાર નાગરીકોના પ્રશ્નો સાભંળવામા આવ્યા હતા.
...
Reporter: News Plus