વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પાસે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હુમલાખોર ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના અલકાપુરી ગરનાળા પાસે સવારના નવ વાગ્યાની આસપાસ મહેશ પ્રજાપતિ નામના વ્યક્તિ પર સોનુ નામના એક ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહેશભાઈ પ્રજાપતિ પોતાના કામ અર્થે મજૂરો લેવા માટે આવ્યા હતા તે દરમિયાન જૂની અદાવત ને લઈને બેઠી ત્રણ ઈસમો મહેશભાઈ પર તૂટી પડ્યા હતા અને શરીરના અલગ અલગ ભાગે ચપ્પુના ગામ હરી ફરાર થઈ ગયા હતા. મિત્ર સોહેબે જણાવ્યું હતું કે મહેશભાઈને 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
મિત્રોનું કહેવું છે કે બે ત્રણ ઈસમો આવેલા તેઓ ચરસ ગાંજો પીધેલી હાલતમાં આવ્યા હતા અને મહેશભાઈ સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા મરી ફરાર થઈ ગયા હતા સયાજીના હોસ્પિટલ માં સારવાર અર્થે મહેશ પ્રજાપતિએ પોલીસને બનાવ અંગે ફરિયાદ આપી હતી. પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાર લઈને ગુનો નોંધીને હુમલો કરીને ફરાર થઇ ગયેલ સોનુ નામના ઇસમની તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus