વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં પુરપાટ ઝડપે દોડતી એક કારે બે મોપેડ અને એક કારને અડફેટે લેતા મહિલા સહિત એક બાળક ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
શહેરના નંદાલય હવેલી ત્રણ રસ્તા પાસે એક કાર ચાલકે બે મોપેડ અને એક કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત હતો.આ અકસ્માતમાં એક મહિલા સહિત એક બાળકને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
કાર ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો. કાર એ હદે સ્પીડમાં હતી કે પાર્ક કરેલા વાહનોને પણ અડફેટે લીધા હતા. આ મામલે જાણ થતા ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જેના બાદમાં ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
મહત્વનું છે કે, છેલ્લા ઘણાય સમયથી બેફામ બનેલા વાહન ચાલકોના કારણે કેટલાય અકસ્માતો સર્જાયા હોય તેવી ઘટના સામે આવી ચુકી છે. ઘણા અકસ્માતોમાં તો કોઈનો ભોગ પણ લેવાયો હોય તેવી ઘટના પણ સામે આવી ચુકી છે. ત્યારે આવા બેફામ વાહન ચાલકો પર લગામ ક્યારે લાગશે તે પ્રશ્ન ઉઠ્યો છે.
Reporter: News Plus