News Portal...

Breaking News :

વડોદરામાં વિધવા સહાય યોજનાના રિન્યુની કામગીરી માટે નર્મદા ભુવનમાં લાંબી લાઈનો, વૃદ્ધ વિધવા મહિલાઓને પણ કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું

2024-07-03 20:29:30
વડોદરામાં વિધવા સહાય યોજનાના રિન્યુની કામગીરી માટે નર્મદા ભુવનમાં લાંબી લાઈનો, વૃદ્ધ વિધવા મહિલાઓને પણ કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું




વડોદરામાં વિધવા સહાય યોજનાના રિન્યુની કામગીરી દરમિયાન અંધાધૂંધી સર્જાઇ. નર્મદા ભુવન ખાતે વિધવા સહાય યોજનાના રિન્યુની કામગીરી ચાલી રહી છે. પરંતુ વડોદરા કલેકટર દ્વારા કોઇ વ્યવસ્થા ન કરવામાં આવતા કલાકો સુધી ઉંમર લાયક વિધવા મહિલાઓને ઉભા રહેવાનો વારો આવ્યો છે. 



1 જુલાઈ થી 31 જુલાઈ સુધી વિધવા પેન્શન યોજનાના રિન્યુની કામગીરી કરાવવી ફરજિયાત હોવાથી નર્મદા ભુવન ખાતે વિધવા મહિલાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. પરંતુ નર્મદા ભુવનમાં વિધવા પેન્શન યોજનાના રિન્યુની કામગીરી કરાવવા માટે આવતી મહિલાઓ માટે યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી. જેના કારણે વૃદ્ધ વિધવા મહિલાઓને પણ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. જેના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે,



આ અંગે વિધવા મહિલાઓનો આક્ષેપ છે કે, "કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, કોઇ વ્યવસ્થા નથી. ગત વર્ષે તંત્રએ ટેબલો ગોઠવ્યા હતા, ફોર્મ પણ ભરી આપતાં હતા. પરંતુ હવે ફોર્મ ભરાવવા માટે 200 થી 500 રૂપિયા એજન્ટોને આપવા પડી રહ્યા છે. જેના કારણે ઘણી જ તકલીફો પડી રહી છે. લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ફોર્મ રીન્યુ કરાવવા માટે ઉભા રહેવું પડે છે."
તો બીજી તરફ આ મામલે કસબા રેવન્યુ તલાટી ચેતન જોખવાએ નિવેદન આપ્યું હતું કે, " મહિલાઓને લાઈનોમાં વધારે ઉભું રેહવું ન પડે તે માટે ઝડપી કામ કરવામાં આવે છે. તેમ છતાં જે તાલકીફ ઉભી થઇ છે તેને લઈને કામગીરી કરવામાં આવશે."

Reporter: News Plus

Related Post