News Portal...

Breaking News :

એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિકોને એડમિશન મળવા જોઈએ કમાટીબાગમાં વડોદરા સિટિઝન ફોરમની બેઠક મળી પ્રબુધ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં

2024-06-23 20:19:42
એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના  સ્થાનિકોને એડમિશન મળવા જોઈએ કમાટીબાગમાં વડોદરા સિટિઝન ફોરમની બેઠક મળી પ્રબુધ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં



એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો મુદ્દો હજી શમ્યો નથી. આજે વડોદરા શહેરના પ્રબુધ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓએ કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.


જેમાં એમ એસ યુનિવર્સિટીને કોમન એક્ટમાં લાવ્યા પછી એને થયેલા નુકસાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે લડત આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. વડોદરા સિટિઝન ફોરમના નેજા હેઠળ એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓન લગતા પ્રશ્નોને વાચા આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો. વડોદરા સિટિઝન ફોરમના પદાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા. 


જેમાં ડો. અશોક મહેતા, એડવોકેટ હિતેશ ગુપ્તા, એડવોકેટ શિતલ ઉપાધ્યાય, સામાજિક કાર્યકર કિર્તીભાઈ પરીખ, વિદ્યાર્થી અગ્રણી અમર ઢોમસે, શિક્ષણ વિદ દિનેશભાઈ બારોટ, એડવોકેટ કિશોર પિલ્લાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વડોદરા સિટિઝન ફોરમના સદસ્યોએ નક્કી કર્યું હતુ કે, આગામી દિવસોમાં એમ એસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દાને જનજન સુધી પહોંચાડવામાં આવશે અને એને માટે વડોદરાના રાજવી શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, ચાન્સેલર શુભાંગીની દેવી ગાયકવાડ, શહેરના પાંચ ધારાસભ્યો, સાંસદ સહિતના મહાનુભાવોને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવશે.

Reporter: News Plus

Related Post