રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને સાંજના સમયે વરસાદની શરૂઆત થતા શહેરમાં ઘણા બધા રસ્તા ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા,
પ્રથમ વરસાદ જ ધોધમાર પડતા જ લોકોમાં પણ ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહેતી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાંજના સમયે વરસાદ શરૂ થતા ઘણી બધી જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોયેલા રાજકોટવાસીઓ આજે અંત આવ્યો હતો અને સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થતા ને સાથે ત્યાં આનંદને લાગણી જોવા મળી હતી.
પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ લોકો રસ્તા પર ન્હાવા માટે નીકળી ગયા હતા. સાથે આજે રવિવારની રજા હોવાના કારણે લોકોએ વરસાદની મજા પણ માણી હતી.સાંજે 5:00 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 7:00 વાગ્યા સુધીમાં એક ઇસ જેટલો વરસાદ નોંધાયો હતો
Reporter: News Plus