વડોદરાના હરણી બોટકાંડ ના ભોગ બનાર બાળકોના પરિવારજન અને તેમના સ્વજનોએ આજે હરણી લેકઝોન ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યો. આ શ્રદ્ધાંજલિ અને વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભેગા થઇ મૃતકોના પરિવારજનો સાથે વિરોધ નોંધાવ્યો.
શહેરના હરણી તળાવ ખાતે આ ગત 18 જાન્યુઆરીએ બનેલી ગોઝારી બોટ દુર્ઘટનાને કોઈ ભૂલી શકે તેમ નથી. જેના 12 બાળકો સહીત 2 શિક્ષિકાઓના મોત થયા છે. પરંતુ હજુ પણ મૃતકોના સ્વજનો ન્યાય માટે જંખી રહ્યા છે. તેથી આજ રોજ આરોપીઓને સજા મળે તેમજ શાળા સંચાલકોને પણ જેલમાં ધકેલવામાં આવે તે માટે હરણી તળાવની બહાર મૃતકોની આત્માને શાંતિ મળે તથા ન્યાય મળે તે માટે સંવેદનહીન સરકારનાં કાન સુધી અવાજ પહોંચાડવા માટે શહેરના ઘણા સંગઠનો તથા આમ આદમી પાર્ટી અને મૃતકોના પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.
હરણી બોટકંડના પીડિત પરિવારો હરણી તળાવ ખાતે ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા. છ મહિના વીત્યા છતાંય ન્યાય ન મળ્યો હોવાનો પરિવારનો દાવો છે. જેથી શાળા સંચાલક અને કોર્પોરેશનના અધિકારીઓને સજા મળે તેવી પરિવારો માંગ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અને AAPના નેતાઓ પણ જોડાયા હતા. અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. હાથમાં પ્લે કાર્ડ લઇ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં પ્લે કાર્ડમાં સરકારને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે, બાળકોની શું ભૂલ હતી કે, ભ્રષ્ટાચારે બાળકોનો ભાગ લીધો? જો દિલ્હીના સીએમને ભ્રષ્ટાચારમાં જેલ જવુ પડે તો ગુજરાતના અધિકારીઓને કેમ નહી ?
Reporter: News Plus