આ પ્રી સ્કૂલનો હેતુ બાળકોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક વિકાસના અનોખા મિશ્રણ સાથે બાળકોને ઉછેરવાનો તેમજ તેમની નાની ઉંમરથી જ સારા સંસ્કારો સ્થાપિત કરવાની એક તક આ સંસ્થા દ્વારા તમામ ને અર્પણ કરવામાં આવી.
આ પ્રિ સ્કૂલના માધ્યમથી નાના ભૂલકાઓ તેમના માતા પિતા અને જન સમુદાય માટે એક પ્રેરણા રૂપ બની રહેશે. આ સ્કૂલ એક રોલ મોડલ તરીકે પ્રદાન કરવામાં આવી છે. VYO એજ્યુકેશન વડોદરા ના 150 બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી અને તેમને પૂજ્યશ્રી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
VYO ના માધ્યમથી વિશ્વના 15 દેશોમાં આ એજ્યુકેશનના કોર્સિસ ચાલી રહ્યા છે.આ પ્રી સ્કૂલ નું આવતા મહિના ના 21 જુલાઈએ ઉદ્ઘાટન કરવામાં આવશે.
Reporter: News Plus