કચ્છના મુદ્રાના ભદ્રેશ્વર મંદિર નજીક આવેલ રંધ બંદર ખાતે દરિયા કિનારે બે થાર ચાલકો દ્વારા કરી રહ્યા હતા પરંતુ દરિયામાં થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી પડી હતી.ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.એક કારનું એન્જિન ફેઇલ થઈ ગયું.બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર ડીટેઇન કરવામાં આવી
મળતી વિગતો અનુસાર સ્ટંટ કરતી વખતે બંને કાર દરિયાના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી.ગ્રામજનોની મદદથી બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ એક જીપનું એન્જિન ફેલ થયું હતું.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે હવે બંને ડ્રાઈવરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ બાબત પોલીસના ધ્યાને આવતાં મુન્દ્રા મરીન પોલીસે તપાસ કરીને બંને કારના માલિક સામે EPCOની કલમ 279, 114 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધ્યો હતો.
સમગ્ર ઘટના મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જરૂર પડશે તો બંને કારચાલકોના લાઇસન્સ પણ રદ કરવા સુધીની આખરી કાર્યવાહી પણ કરવામાં આવશે
Reporter: News Plus