News Portal...

Breaking News :

ઉપલેટા તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા મજૂરો બાળકોને પોલિયોના ટીપા બાદ ઝાડા ઉલ્ટી કેસ સામે આવતા તંત્ર દોડતું થયું

2024-06-23 19:37:44
ઉપલેટા તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા મજૂરો  બાળકોને પોલિયોના ટીપા બાદ ઝાડા ઉલ્ટી કેસ સામે આવતા તંત્ર દોડતું થયું


ઉપલેટા ના તણસવા રોડ ઉપર બાર જેટલા કારખાના કામ કરતા બાળકોને પોલિયોના ટીપાઓ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને ઝાડા ઉલટીના કેસ સામે આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


સાત બાળકો માંથી ચાર બાળકો ના મોત નીપજ્યા હોવાનું કારખાને  દારો નું કથન  ચાર બાળકોના મોત નીપજતા રાજકોટ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તણસવા આવી પહોચીયા હતાં.જિલ્લા કલેકટર પ્રભવ જોશી તણસવા પહોંચી કારખાને દારો સાથે કરી બેઠક કલેકટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલ થીજ મેડિકલ ટિમ અહીં સ્ટેન્ડ બાય રાખી છે. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજની ટીમ તેમજ એક ડોક્ટરની ટીમ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે


દુષિત પાણી અથવા ખાંણી પીણી ને લીધે થયું છે તે રિપોર્ટ આવે ખબર પડે.મૃત્યુ આંક વિશે ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે તયાર બાદ જાહેર કરશુ..કારખાને દાર દ્વારા ચાર બાળકો મોત કહી રહ્યા છે ત્યારે કલેકટર હજુ આંકડો જાહેર નથી કરતા.તણસવા રોડ ઉપર જેટલા કારખાને દારો ને કડક સૂચના આપવમાં આવી પાણી ના ટાકા સાફ કરવા ચોખાઈ રાખવા આપી કલેકટર દ્વારા સૂચના

Reporter: News Plus

Related Post