દ્વારકા મંદિર નજીક થોડા દિવસ પહેલા એક સફાઈકર્મી મહિલા સફાઈ કરી રહી હતી તે સમયે અચાનક પાછળથી આખલાનએ મહિલાને અડફેટે લીધી હતી.
અને તેઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જામનગરને જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હોવાને ઘટના સામે આવી છે. મહિલાનું મોતની પ્રજા પરિવારજનોમાં પણ શોકને લાગણી જોવા મળી રહી છે. દ્વારકામાં અવારનવાર આ રીતના રખડતા ઢોરનો ત્રાસ સામે આવી રહ્યો છે ત્યારે હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું દ્વારકા મંદિર ખાતે દર્શન માટે લાખો ભાવિકો દેશભર માટે આવતા હોય છે.
ત્યારે હવે તંત્ર તંત્ર જાગે કે પછી હજી પણ આવા રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું.દ્વારકામાં અવારનવાર રખડતા પશુઓના કારણે નિર્દોષ લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે.ચાર દિવસ પહેલા સફાઈ કરતી મહિલા કર્મચારીને આખલાએ ફંગોળતા મહિલાને જામનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.સાનુબેન વિસાભાઈ સોલંકી નામની 42 વર્ષીય સફાઈ કરતી મહિલા કર્મચારીએ આખરે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો.દ્વારકા નગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો.
Reporter: News Plus