સુરતના લીંબાયત સ્થિત ગેસ રીપેરીંગની દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફલીંગ કરતા દુકાનદારને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગેસના બાટલાઓ તથા ગેસ રિફલીંગના સમાન મળી કુલ્લે ૧,૦૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો
સુરતના લીંબાયત સ્થિત વુંન્દાવન નગર ૦૧ પાસે આવેલી કનૈયા ગેસ રીપેરીંગ નામની દુકાનમાં ગેસના બોટલોમાંથી બીજા બાટલામાં ગેરકાયદેસર ગેસ રિફલીંગ કરવામાં આવતું હોવાની બાતમીને લઈને પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે આરોપી રવીન્દ્ર શ્રીરામ યાદવ [ઉ.૪૮] ની ઝડપી પાડ્યો હતો.
જયારે પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના કુલ ૨૯ ગેસના બાટલાઓ તથા ગેસ રિફલીંગની મોટર નળી, ફિક્સ પાના, ઇલેક્ટ્રિક વજન કાંટા, ગેસ ભરવાનો વાલ્વ પાઈપ, ૧ મોબાઈલ, ગેસના ખાલી ઢાકણા મળી કુલ ૧,૦૭,૯૭૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીને આગળની કાર્યવાહી માટે લીંબાયત પોલીસને સોંપ્યો હતો.
Reporter: News Plus