News Portal...

Breaking News :

વડોદરા-હાલોલ ટોલનાકા પરથી ચોરીની ત્રણ મોટરબાઈક સાથે ક્રાઇમ બ્રાન્ચે સુરતના ત્રણ ગઠિયા ઝડપી પાડ્યા

2024-06-23 18:53:17
વડોદરા-હાલોલ ટોલનાકા પરથી ચોરીની ત્રણ મોટરબાઈક સાથે ક્રાઇમ બ્રાન્ચે  સુરતના ત્રણ ગઠિયા ઝડપી પાડ્યા


વડોદરાથી હાલોલ જવાના હાઈવે ટોલનાકા પાસેથી પોલીસે ચોરીની બે મોટરબાઈકો સાથે ત્રણ યુવકોને આબાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ત્રણ યુવકો પૈકીના બે સુરતના પાંડેસરા વિસ્તારના હતા.


પકડાયેલા ત્રણ યુવકો પૈકીના બે સુરતના પાંડેસરા વિસ્તારના હતા. તેમની આકરી પુછપરછમાં કબુલાત કરી હતી કે, તેમણે વડોદરા શહેર અને સુરતમાંથી કુલ છ મોટરબાઈકોની ચોરી કરી હતી અને હાલમાં તમામ બાઈકો રાજસ્થાનમાં છૂપાવેલી છે. પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરીને તેમની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેમણે સમા તળાવ પાસેના પાર્કિંગમાંથી એક બુલેટ, યામાહ આર-15, પેશન મોટરબાઈકની ચોરી કરી હતી. ઉપરાંત, અમદાવાદથી એક મેસ્ટ્રો મોપેડ પણ ચોરી હતી. સુરતના કામરેજ અને ઉધનામાંથી પણ તેઓએ ત્રણ મોટરબાઈક ચોરી હતી.


ગુજરાતમાંથી મોટરબાઈકની ચોરી કરીને તેને રાજસ્થાનના એક ગામમાં સંતાડી હોવાની કબુલાત કરી હતી. ત્રણ વાહનચોરોની ધરપકડથી પોલીસે વાહન ચોરીના કુલ છ ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગોલ્ડન ચોકડી પાસેથી પકડાયેલા આરોપીઓમાં મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ (રહે. પાંડેસરા, સુરત), વિરેન્દ્રસીંગ ખંગારસીંગ રાવત (રહે. સ્વરૂપા બાગમાલ ગામ, તા. ટોડગઢ, બ્યાવર, રાજસ્થાન અને લોકેશીસીંગ ગુલાબસીંગ રાવત (રહે.ખડમાલ ગામ, ટોડગઢ, બ્યાવર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. પોલીસે ત્રણે આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.

Reporter: News Plus

Related Post