વડોદરા શહેરના હરણી વિજયનગર ઇન્દિરા આવાસ યોજના ના મકાનોમાં રહેતા નયનાબેન જાદવ પોતાની બાલ્કની માંથી વરસાદ જોવા ઉભા હતા ત્યારે અચાનક ઉપર થી બાલ્કનિક નીચે પડતા તેમના શરીરે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક એચ એસ જી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તબીબો ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. તેમાં એક તો પ્રિ -મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. તારે બીજી બાજુ શહેરમાં દિવાલ ધરાસાઈ થવાના બનાવો પણ સામે આવ્યા છે. ગઈકાલે ગોત્રી આજે માંજલપુર ત્યારબાદ હરણી વિજયનગર ઇન્દિરા આવાસ યોજનામાં વુડાના મકાનમાં રહેતા નયનાબેન જાદવ વરસાદ જોવા માટે ઊભા રહેલા હતા જરા અચાનક ઉપરથી બાલકની ધરાસાઈ થતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર અર્થે તેમનું મૃત્યુ થયું હતું.
...
Reporter: News Plus