શિમલા : હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મસ્જિદ વિવાદને લઈને કુલ્લુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ રસ્તા પર 'હનુમાન ચાલીસા'નો પાઠ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મસ્જિદના ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ વિરુદ્ધ મારાજગી વ્યક્ત કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવતા લોકોએ તંત્રને આ મુદ્દાનો ઉકેલ લાવવાની માગ કરી છે. કુલ્લુના અખાડા બજારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા કહ્યું કે, મસ્જિદ ગેરકાયદે રીતે બનાવવામાં આવી છે અને તે વિસ્તારમાં અતિક્રમણનો ભાગ છે. વિરોધ કરી રહેલા લોકોએ તંત્રને આ ગેરકાયદે બાંધકામને તાત્કાલિક હટાવવાની માગ કરી છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ધાર્મિક સ્થળોના બાંધકામમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. મંજૂરી લીધા વિના બાંધકામથી વ્યવસ્થા પર અસર પડે છે. તંત્રએ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. શિમલામાં ફરી લોકો મસ્જિદ બહાર પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે. ગઈકાલે મંદીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં એક મસ્જિદની ગેરકાયદે દિવાલને તોડી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મંડીમાં મુસ્લિમ સમુદાયે જ ગેરકાયદે દિવાલ તોડી પાડી છે. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સંગઠનોએ સંજૌલીમાં પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જના વિરોધમાં આજે બંધનું આહવાન કર્યું હતું.
Reporter: admin