નાગપુર: દશેરાના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું.
વિજયાદશમી પર્વના સંઘના કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ ભૂષણ ડૉ. કે. રાધાકૃષ્ણ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષેની જેમ દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર છે. હાલ સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધિત કરી રહ્યા છે.નાગપુરમાં દશેરા રેલીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન દરમિયાન બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં લઘુમતીઓ પર અત્યાચારની પરંપરાનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે.
તેની પાછળ કટ્ટરપંથી વિચારધારા છે. તેમણે કહ્યું કે જો હિંદુ દુર્બળ છે તો તે અત્યાચારને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં હિન્દુઓએ સંગઠિત અને મજબૂત બનવું પડશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સાથે લઈ જવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ હથિયાર છે.
Reporter: admin