ઝારખંડ: એક રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો તે દરેક બાંગ્લાદેશી ઘૂસણખોરને ઊંધો લટકાવીને પાઠ ભણાવશે.
અમિત શાહે કહ્યું કે જો ઘૂસણખોરી રોકવામાં નહીં આવે તો આગામી 25-30 વર્ષમાં ઝારખંડમાં ઘૂસણખોરોની બહુમતી થઈ જશે. રાજ્યમાં ઘૂસણખોરો માટે જગ્યા નથી. તેઓ અમારી દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે અને જમીન પર કબજો કરીને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરી રહ્યા છે. અમે બધાને બહાર કાઢીશું, તમે અહી કમળ ખિલવા દો.અમિત શાહના નિવેદન બાદ બાંગ્લાદેશે ભારતને તેના નેતાઓને આવા નિવેદનો કરતા રોકવા માટે કહ્યું છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, વિરોધ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલયે તેનો ગંભીર આપત્તિ અને ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારત સરકારે પણ રાજકીય નેતાઓને આવી વાંધાજનક અને અસ્વીકાર્ય ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે.
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાડોશી દેશના નાગરિકો વિરુદ્ધ જવાબદાર હોદ્દા પરથી આવી રહેલી આવી ટિપ્પણીઓ બંને મિત્ર દેશો વચ્ચે પરસ્પર સન્માન અને સમજણની ભાવનાને નબળી પાડે છે.હાલમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. આંદોલન અને શેખ હસીનાના રાજીનામાં બાદ દેશમાં ઘણો બદલાવ આવ્યો છે. શેખ હસીનાએ રાજીનામા બાદ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જેને લઈને ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપીની દખલગીરી પણ પહેલાની સરખામણીમાં ઘણી વધી ગઈ છે. શેખ હસીના ભારત સમર્થક રહ્યા છે, જ્યારે ખાલિદા ઝિયાના વલણને ભારત વિરોધી માનવામાં આવે છે.
Reporter: admin