વીજળી એ નીંદર કરી વેરણ છેરણ.ગઈકાલ થી આકાશમાં થોડા થોડા વાદળો છવાયેલા છે.બળબળતા તાપ અને વાદળછાયા વાતાવરણ ને કારણે બફારાથી પરસેવે નીતરતી અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. તેવા સમયે ગઈકાલે રાત્રે પરિવાર ચાર રસ્તા નજીક મહેશ કોમ્પલેક્ષના આસપાસના વિસ્તારોમાં વીજળી અવર જવર કરવા માંડતા લોકોની નીંદર વેરણ થઈ હતી.
બહુધા ઘરની બહાર રાત્રે ઠંડો પવન ફૂંકાતો હોય છે.પરંતુ ગઈકાલે રાત્રે પવન ફૂંકાતો અટકી ગયો હતો.અને તે જ સમયે રાત્રીના લગભગ સાડા દશ થી મોડી રાત્રિ સુધી અકળ કારણોસર વીજ પુરવઠાની આવન જાવન ચાલુ રહેતા લોકો ની ઊંઘ ઊડી ગઈ હતી.
પવન વાતો ન હોવાથી અગાસી પર સૂવું અશક્ય બન્યું હતું.વીજ પુરવઠો દશ પંદર મિનિટ ચાલુ રહે,પછી દશેક મિનિટ કે અર્ધો કલાક બંધ રહે,પાછો શરૂ થાય અને થોડા સમયમાં બંધ પડી જાય એવો ઘટના ક્રમ અકળ કારણોસર મોડી રાત સુધી ચાલ્યા કરો પંખા અને એસી વગર ઊંઘ વેરણ બની. તે પછી લગભગ રાત્રીના બે વાગ્યા પછી વીજ પુરવઠો નિયમિત થયો હતો.
Reporter: News Plus